Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 46 to 50


100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya

46. બાલ વાર્તા દ્વારા અધ્યન (વાર્તા રે વાર્તા)
¨  એકટીવિટીનુ નામ :- બાલ વાર્તા દ્વારા અધ્યન (વાર્તા રે વાર્તા)
¨  વિષય :- વાર્તા કથન
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોમા વાર્તા દ્વારા વિવિધ વિષયોના પાત્રો ઐતિહાસીક ઘટના ચારિત્ર્ય નિર્માણ,બાળકોની કલ્પના,કૂતુહલ,  જિજ્ઞાસાવૃતિ સંતોષવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ બાલવાર્તા બાળકોને કહેવી બાળકોની જિજ્ઞાશા,કલ્પના,રૂચી પ્રેરે તેવી પ્રેરણાત્મક,હાસ્ય વાર્તા કહેવી,બાળકો પણ વાર્તા કહે તે માટે પ્રોત્સાહન આપવુ નકારાત્મક તત્વો  કે લાગણીની   વાર્તા ન કહેવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- બાલવાર્તાના પુસ્તકો,સામાયિકો,છાપાપૂર્તિ,બાલ પત્રિકા વગેરે.
¨  સમય :- 1 to 20 મિનીટ

47. બાલ રમતો દ્વારા અધ્યન (રમતા રે રમતા)

¨  એકટીવિટીનુ નામ :- બાલ રમતો દ્વારા અધ્યન (રમતા રે રમતા)
¨  વિષય :- બાલ રમતો,શા.શિ.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- ઇન્ડોર,આઉટડોર તમામ રમતો દ્વારા શારિરીક અને માનસિક કૌશલ્યો ખીલવવા બાળકોની કૂતુહલવૃતિ,રમત- વૃતિ,વર્ગવ્યવસ્થા,શિસ્ત,એકાગ્રતા કેળવવા. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/મેદાન
¨  એકટીવિટી પધ્ધતિ :- ઇન્ડોર આઉટડોર બાલ રમતો રમાડવી અને જે રમતોમા જ્ઞાન સાથે ગમ્મત આનંદ આવે તેવી રમતો પસંદ કરવી,બાળકો જાતે પણ રમતો રમે તેમજ પ્રત્યેક વિષય એકમની  ક્ષમતા  સિધ્ધ   થઇ શકે તેવી રમતો રમાડાવી.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- દડો,ખંજરી,દોરી,કાર્ડ,રમતો અનુરૂપ સાધનો તેમજ રમતના સંદર્ભ ગ્રંથ.
¨  સમય :- 1 to 20 મિનીટ

48. પર્યાવરણીય રમત સંપુટ

¨  એકટીવિટીનુ નામ :- પર્યાવરણીય રમત સંપુટ
¨  વિષય :- પર્યાવરણ,વિજ્ઞાન  
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- પર્યાવરણ વિષયની તમામ ક્ષમતા સિધ્ધ કરવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ / સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન
¨  એકટીવિટી પધ્ધતિ :- પર્યાવરણ તેમજ વિજ્ઞાનને લગતી વિવિધ રમતો, C.E.E. અમદાવાદ નિર્મિત પર્યાવરણ રમત સંપુટ કિટ રમતા રમતા પર્યાવરણના ઘણા એકમો આનંદદાયી પ્રવૃતિ કરતા શીખવી શકાય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :-પર્યાવરણની રમતની કિટ,પ્રાણી-પક્ષીના ચિત્રકાર્ડ,સાપસીડી,પર્યાવરણના વિવિધ સામાયિકો.
¨  સમય :- 1 to 30  મિનીટ

49. ક્રિયેટીવીટી ઇન એજયુકેશન

¨  એકટીવિટીનુ નામ :- ક્રિયેટીવીટી ઇન એજયુકેશન
¨  વિષય :- સર્જનાત્મકતા
¨  ધોરણ વિભાગ :- 5 થી 7/શિક્ષકો,બાળકો.
¨  હેતુ :- યાદશક્તિ તેમજ સર્જનાત્મકતા કેળવવા
¨  એકટીવિટી ડ્યુરેશન :- સ.ઉ.ઉ.કાર્ય દરમિયાન  
¨  એકટીવિટી પધ્ધતિ :- બાળકોને ડ્રોઇંગસીટમા મનપસંદ ચિત્રો દોરાવવા તેમજ વિવિધ રંગોળી,ડિઝાઇનો,દોરાવાની તેમા રંગ પુર્ણી કરાવવી-વિવિધ કલરોનો ઉપયોગ કરી ઢબકાનુ રંગકામ કરવુ.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- કલર ,પીંછી,ડ્રોઇંગશીટ,ચિત્રકલા.
¨  સમય :- 1 to 30  મિનીટ


50. ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ

¨  એકટીવિટીનુ નામ :- ઉખાણા,જોડકણા,કોયડા,ઉકેલ
¨  વિષય :- બાલસભા+સાંસ્કૃતિક કાર્યક્રમ
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- એકમને અનુસાંગીક વિવિધ કોયડા દ્વારા મગજ કસાય,ઉખાણા,જોડકણા દ્વારા જ્ઞાન સાથે ગમ્મત મેળવે
¨  એકટીવિટી ડ્યુરેશન :- વર્ગખંડ/બાલસભા
¨ એકટીવિટી પધ્ધતિ:-બાળકોને ઉખાણા,જોડકણા,કોયડા કહેવા,બાળકો નાના રમુજી  ટુચકા,ઉખાણા,જોકસ,જોડકણા,કોયડા  કહેતા થાય તે માટે તેમણે વિવિધ બાલ સાહિત્યો,સામાયિકો,ગણિતના કોયડા ઉકેલનો મહાવરો કરવોકોયડા પૂછવા અને ઉકેલવા.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ઉખાણા,જોડકણા,કોયડા ઉકેલ, પુસ્તકો,સામયિકો.
¨  સમય :- 1 to 5  મિનીટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ