Follow US

Responsive Ad

ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી 16 to 20



100 પ્રવૃતિઓની પેકેજ યાદી
 * ઇનોવેશન એકટીવિટી ફોર ક્રિયેટીવીટી & ડિસિપ્લીન ડેવલોપમેન્ટ *
   શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા,એકાગ્રતા વધારવા તરંગ ઉલ્લાસમય પ્રવૃતિઓનો મસ્ત પ્રોજેકટ.
Bhavesh Dadhaniya



16. શાળા માહિતી પોથી
¨  એકટીવિટીનુ નામ :- શાળા માહિતી પોથી
¨  વિષય :- શાળાની તમામ માહિતી વહીવટી અને શૈક્ષણિક
¨  ધોરણ વિભાગ :- શિક્ષકો માટે
¨  હેતુ :- શાળાની ભૌગોલિક,વહીવટી,ભૌતિક,શૈક્ષણિક,પ્રોગ્રેસ ગ્રોથની એક સાથે માહિતી જાણવા.             
¨  એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ વર્ષ
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળાની શૈક્ષણિક, ભૌતિક ,આર્થીક,આંકડાકીય માહિતી,વર્ષવાર વિદ્યાર્થીની માહિતી,શિક્ષકોની માહિતી,શાળાનુ પરિણામ,પ્રવૃતિ,પ્રગતિની લેખીત માહિતી ગ્રંથ તૈયાર કરવો.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- ડ્રોઇંગ સીટ, સ્કેચ પેન,ફાઇલ.
¨  સમય :- -

17. પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન ઝરણું

¨  એકટીવિટીનુ નામ :- પ્રતિમાસ બાલ મેગેઝીન(બાલપત્રિકા) સંપાદન ઝરણું
¨  વિષય :- બાલ સાહિત્ય જ્ઞાન પરબ  
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- વાર્તા,ઉખાણા,જોડકણા,જાણવા જેવુ,જોકસ,કોયડા,ગીતો વગેરેની નવીનતમ
           જાણકારી.
¨  એકટીવિટી ડ્યુરેશન :- પ્રતિ માસ
¨  એકટીવિટી પધ્ધતિ :- બાળકો તેમજ શિક્ષકો પ્રતિમાસે શાળામાંથી બાલ સાહિત્ય બાલ પત્રિકાનુ સંપાદન કરે,બાળગીત વાર્તા,ઉખાણા,પ્રશ્નો,શબ્દ ચિત્રો જેવી નવીનતમ શૈક્ષણિક માહિતી વિવિધ સામયિકો બાલમેગેઝીન માંથી સંકલીત કરેલ હોય.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ બાલ સાહિત્ય,કોરો કાગળ.
¨  સમય :- Monthly

18. બુલેટિન શ્યામફલક બોર્ડ

¨  એકટીવિટીનુ નામ :- બુલેટિન શ્યામફલક બોર્ડ
¨  વિષય :- જનરલ નોલેજ+નવિનતમ જાણકારી.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- શાળાની, ગામની આસપાસના પર્યાવરણની ઘટના/માહિતી જ્ઞાનની જાણકારી. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- નોટિસ બોર્ડ પ્રવૃતિ
¨  એકટીવિટી પધ્ધતિ :- નોટિસ બોર્ડમા દર અઠવાડિયે બાળકો છાપા કે સામાયિકના કટિંગ્ઝ લગાવે ,બાળકોએ દોરેલ ચિત્ર,લખેલ કાવ્ય, ગીતો,જોક્સ,ઉખાણા,વાર્તા અન્ય શૈ.માહિતી બોર્ડમા લગાવે અને રિશેષ કે અન્ય સમયે દરેક બાળકો નોટીસ બોર્ડનો અભ્યાસ કરશે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- નોટીસ બોર્ડ,ટાંકણી,વિવિધ કટિંગ્ઝ.
¨  સમય :- Weekly

19. બાલ હાટ
¨  એકટીવિટીનુ નામ :- બાલ હાટ
¨  વિષય :- સ.ઉ.ઉ.કા.
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- બાળકોમા નૈતિકતા મૂલ્યશિક્ષણ વિશ્વાસ વહીવટી વેપાર સુઝબુઝ કેળવાય. 
¨  એકટીવિટી ડ્યુરેશન :- રિશેષ દરમિયાન        
¨  એકટીવિટી પધ્ધતિ :- શાળામાં જ " રામ હાટડી " નામની નાની નાની દુકાન ખોલી તેમા નોટબુક,પેન,ફુટ,રબર,કલર,જેવી સ્ટેશનરી સામગ્રી બાળકો દ્વારા નો પ્રોફીટ નો લોસ પર બાળકોના વિશ્વાસે વેપારબ વેચાણ વહીવટ કરશે.             
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- વિવિધ શૈક્ષણિક સામગ્રી,મટીરિયલ્સ.
¨  સમય :- Daily

20. ધમાકા- વિવિધ તહેવારોની ઉજવણી
¨  એકટીવિટીનુ નામ :- ફેસ્ટીવલ ધમાકા- વિવિધ તહેવારોની ઉજવણી
¨  વિષય :- સ.ઉ.ઉ.કા.+આપણા તહેવારો
¨  ધોરણ વિભાગ :- 1 થી 7
¨  હેતુ :- સત્રમા આવતા તમામ રાષ્ટ્રીય,ધાર્મિક,સામાજીક,તહેવારોની ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ઉજવણી . 
¨  એકટીવિટી ડ્યુરેશન :- વિવિધ તહેવારો
¨  એકટીવિટી પધ્ધતિ :- વિવિધ રાષ્ટ્રીય,ધાર્મિક સામાજીક તહેવારોની સાદગી પૂર્વક ભારતીય સંસ્કૃતિ  પરંપરા મુજબ શાળામા કે ગામમા ઉજવણી કરવી જેમ કે રક્ષાબંધને બહેનો ભાઇઓને  રાખડી બાંધે,ઉતરાયણે જાતે પતંગ બનાવી ઉડાડે.
¨  સાધન સામગ્રી તેમજ સંદર્ભ ગ્રંથ :- તહેવાર અનુરૂપની સામગ્રી.
¨  સમય :- Depend On Time

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ