Follow US

Responsive Ad

જયશંકર સુંદરી 22 જાન્યુઆરી

શ્રી એલ.વી.જોષી 

          સજીવ અભિનયથી લોકહૈયા ડોલાવનાર,નાટયકલાના આજીવન સાધક જયશંકર  ભોજકનો જન્મ ઇ.સ.1889 માં વિસનગરમાં થયો હતો.બાળપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં એમનો જીવ જરાય ખૂંચ્યો નહીં. નવ વર્ષની વયે હઠાગ્રહ  કરીને  એમણે નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કર્યો.ઉર્દૂ નાટકના એ જમાનામાં અનેક મુસીબતો વેઠીને અભિનય તાલીમ શીખી લઇને,એમણે નાટકમાં નાની – મોટી ભૂમિકા ભજવવા માંડી. બાર વર્ષની  ઉંમરે સૌ પ્રથમ સ્ત્રીની ભૂમિકા કરે,તે બદલ તેમની  એટલી તો વાહ વાહ થઇ કે તે નાટકે તેને ‘સુંદરી’ ઉપના  આપ્યું.સાહિત્યના  અનેક સ્ત્રી પાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે જ્ઞાન મેળવ્યું  હતું. 60 થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવીને એમણે ગરવી ગુજરાતણનાં અનેક રૂપને અનેક  રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા.’રણજિતરામ ચંદ્રક’ તેમજ ‘પદ્મભૂષણ’ નો ખિતાબ તેમણે પ્રાપ્ત કર્યો  હતો.તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું.એમણે આઠેક હજાર વખત પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો.માત્ર ‘મેના ગુર્જરી’માં પિતાની ભૂમિકા ભજવવા સિવાય બધા જ નાટકોમાં એમણે સ્ત્રી પાત્ર ભજવ્યું હતું.પોતાના  અભિનય   દ્વારા ‘સ્ત્રી’  ને પ્રગટ કરવી એ એમના  જીવનનો અનુપમ લહાવો હતો. 22/1/1975ની  સાંજ ઢળતા ગુજરાતી રંગભૂમિનો  આ વિખ્યાત નટ નટવરની  લીલામાં લીન થઇ ગયો.
વધુ‍ વિકિપીડિયા પર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ