Follow US

Responsive Ad

મોતીભાઇ અમીન 1 ફેબ્રુઆરી

 શ્રી એલ.વી.જોષી
સૌજન્ય mnptcmogri.org
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્થાનો સ્પર્શ કરાવ- નાર મોતીભાઇ અમીનનો  જન્મ ઇ.સ.1873માં થયો હતો. ગ્રેજયુએટ થઇ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો  અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃતિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો ભાષણો,ઉદઘાટનો અને પ્રમુખ સ્થાનેથી દૂર રહી મોતીભાઇએ  જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે  તે આજે કોઇપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દ્દષ્ટાંતરૂપ છે.એમના ‘પુસ્તકાલય’સામયિકે
ગુજરાતની પ્રજામાં શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું.બે જ વર્ષમાં વડોદરા રાજયમાં એમણે 400 પુસ્તકાલયો શરૂ કર્યા હતા.ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતાં પુસ્તકાલયો  સ્થાપીને મોતીભાઇએ જ્ઞાન  અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેવાડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ‘ગ્રંથપાલ ઉદ્યમ પિતામહ’  નું બિરુદ આપી તેમને નવાજયા હતા. સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી  મોતીભાઇએ  સામાજિક દૂષણો અને જડ રૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો.એ જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી.આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે પગરખાંની  પરબ શરૂ  કરી હતી.ગાંધીજીએ મોતીભાઇને ‘ચરોતરનું મોતી’  કહી બિરદાવ્યા હતા. 1/2/1939ના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી,તપસ્વી શિક્ષક અને સાધુપુરષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો.
વધુ.................
http://www.vishvagujarativikas.com/motibhai-ami/

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ