Follow US

Responsive Ad

ડોંગરેજી મહારાજ 15 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ 15/2/1926 એટલે કે સંવંત 1982 ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો.માત્ર આઠ વર્ષની ઉંમરે અભ્યાસાર્થે પંઢરપુર મોકલવાની દાદાજીની ઇચ્છાને શિરોમાન્ય રાખી પોતે ત્યાં ગયાં.ભારપૂર્વક ગુરૂ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો,વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો.આવા તપરૂપ અધ્યયનના પરિણામે તેમના જીવનમાં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો.વધુ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા. અધ્યયન બાદ કથા કહેવાનું શરૂ કરતા સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઇ.કથામાં આવતી ધનરાશી તેમણે મંદિરો-હોસ્પિટલોના નિર્માણ,જિર્ણોદ્ધારમાં અર્પણ કરી.માત્ર કથાકાર જ નહીં,પરંતુ ભાગવતના વાસ્તવિક દ્દષ્ટા અને વકતા બની તેમણે કરેલી આ  કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની. ઓછા કટાક્ષ, અર્થસભર  ટૂંકા  દ્દષ્ટાંત અને  શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા.શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વતા અને ભાષાપ્રભાવ અદભુત હતો.ભાગવતની જેમ રામાયણમાં પણ તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા.ગુજરાતમાં તેઓ કળિયુગના શુકદેવ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની ચિરવિદાયથી ગુજરાતની જનતાએ ગૌરવશીલ અને ઉત્તમ કથાકાર ગુમાવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ