Follow US

Responsive Ad

જે.કૃષ્ણામૂર્તિ 17 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી


robotwisdom.com
વિશ્વમાં અધ્યાત્મનો પ્રભાવ પાડનાર ભારતીય દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનો જન્મ ઇ.સ.1895 માં દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો.ડૉ.એની બેસન્ટે તેમને શિક્ષણ માટે પસંદ કર્યા.વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઇસ્ટ નું  અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તારુણ્યાવસ્થામાં જ અપાયું.પરંતુ જીવનની અંતજયોતિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી  ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું  કે  જયાં  વિદ્યાર્થીઓ સંયમ,સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે.કૃષ્ણમૂર્તિ વ્યાપક અર્થમાં શિક્ષણશાસ્ત્રી હતા.
katinkahesselink.net
તેઓ કહેતા:માત્ર પુસ્તકોનું શિક્ષણ ભરોસાપાત્ર નથી,ભરોસો અંતરમાંથી આવવો જોઇએ.માનવી માત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે,સત્ય શોધવું હોય તો કુંઠિત મનની સીમાઓથી પાર જવું જોઇએ.તેઓ કોઇની પણ કંઠી બાંધવાની ના પાડતા હતા,પોતાની પણ નહીં.તેમના ભાષણો, સંવાદ, પત્ર, રોજનીશી એ સઘળું 70 પુસ્તકોમાં સમાવિષ્ટ છે. શિક્ષણ અને સંસ્કાર પરના એમના ગ્રંથોએ વિશ્વભરના બૌદ્ધિકોને  એક નવો જ રાહ ચીંધ્યો હતો. તેમણે  જીવનની  મુકત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ  પ્રેરિત કવિતાઓ લખી છે. વિશ્વભરના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનું  90 વર્ષની જૈફ વયે  17/2/1986 નાં  રોજ અવસાન  થતાં જગતે એક મહાન આત્મજ્ઞાની વિભૂતિ ગુમાવ્યાનો ઘેરો શોક અનુભવ્યો.

Krishnamurti- Who am I?


Jiddu Krishnamurti: In Total Silence The Mind Comes Upon The Eternal
 


વધુ વિડીયો યુ-ટયૂબ પર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ