Follow US

Responsive Ad

પ્રો.સત્યેન બોઝ 4 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
સૌજન્ય- en.wikipedia.org

     
ભૌતિક વિજ્ઞાનના સંશોધક અને વૈજ્ઞાનિક પ્રો.સત્યેન બોઝનો જન્મ કલકતામાં ઇ.સ.1894 માં થયો હતો.
તેમણે કલકતા યુનિવર્સિટીમાંથી જ એમ.એસસી.સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.પછી એ જ યુનિ.માં ભૌતિક વિજ્ઞાન- ના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે અવિરત સેવાઓ આપી.તેમની વિદ્વતા અને કર્તવ્યનિષ્ઠાથી પ્રેરાઇને  વિશ્વભારતી યુનિ.એ તેમને કુલપતિપદે નિયુકત કર્યા.પ્રો.સત્યેન બોઝની પ્રતિભા ભારતવ્યાપત બનતી ગઇ. મેકસ પ્લેન્કના  જાણીતા પ્લેન્ક નિયમની  મૌલિક સાબિતી  આપતો એક  નિબંધ  લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિક વિજ્ઞાનના અગ્રિમ  સામયિકમાં તેમણે છપાવ્યો. તેઓ  બર્લિન ગયા ત્યારે વિખ્યાત વિજ્ઞાનીઓ  સાથે તેમનો પરિચય થયો હતો.લંડનની જગવિખ્યાત રોયલ સોસાયટીના  સભ્ય તરીકેચૂંટાયા  એથી  એમને એફ.આર.એસ.નું બિરુદ પ્રાપ્ત થયું.હિંદની અનેક યુનિવર્સિટીઓએ એમને માનાર્હ ડૉકટરની પદવી આપી નવાજયા હતા.ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી નવાજયા હતા.શાંતિ નિકેતનની યુનિ.ના પણ તેઓ વાઇસ ચાન્સે લેર રહી ચૂકયા હતા.પ્રો.બોઝ 4/2/1974 ના રોજ અવસાન પામતા ભારતને મોટી ખોટ પડી.ભૌતિક વિજ્ઞાન- માં પરમાણુની રચનામાં ભાત લેતા પ્રાથમિક કણોના એક વિભાગને બોઝોનકહેવામાં આવે છે.ભૌતિક વિજ્ઞા- નમાં બોઝોનનામાભિકરણથી પ્રો.બોઝ અમર થઇ ગયા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ