Follow US

Responsive Ad

થોમસ કાર્લાઇલ 5 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
         
અંગ્રેજી ભાષા સાહિત્યના સમર્થ  ગદ્યકાર થોમસ કાર્લાઇલનો જન્મ ઇ.સ.1795 માં થયો હતો.તેમણે સાહિત્ય અને કલાનો ઊંડો અભ્યાસ કર્યો.પછીથી તેમણે કાયદાનો પણ અભ્યાસ કરેલો,પરિણામ  સ્વરૂપ ઉત્તમ લખાણો અને જીવનચરિત્રો તેમના તરફથી મળ્યા.થોમસ કાર્લાઇલે અનેક ગ્રંથો અંગ્રેજી સાહિત્યને  ભેટ આપ્યા તેમ છતાં તેમની વિશ્વપ્રસિદ્ધ તો તેમની વિશ્વવિખ્યાત કૃતિ હિસ્ટ્રી ઓફ ધી ફ્રેંન્ચ રીવોલ્યુશન’  પર  આધારિત છે.ફ્રેંન્ચ પ્રજાએ કરેલી મહાન ક્રાંતિની ઉજ્જવળ ગાથા નિરૂપતો આ મૂલ્યવાન ગ્રંથ અંગ્રેજી સાહિત્યના સંદર્ભમાં પણ ખૂબ મહત્વનો ગણાય છે.પોતાના સમયના પયગંબર ગણાતા કાર્લાઇલે ઐતિહાસિક સત્યનો મહિમા માન- વસંદર્ભમાં કર્યો છે. તેમણે ઇતિહાસ અને  માનવનું એક  મોટું મૂલ્ય આંકયું હતું. ફ્રેંન્ચ ક્રાંતિ જે આદર્શોને લઇને ઉદભવી તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વનો મહિમા આલેખીને તેમણે વિશ્વવિખ્યાત બનાવ્યો છે.વિક્ટોરિયન યુગના સમાજ જીવનના પથદર્શક  અને મહાન ચિંતક  શ્રી  થોમસ કાર્લાઇલે 5/2/1881 ના રોજ  ચિરવિદાય લીધી.પ્રજાના સામૂહિક કલ્યાણનો મંત્ર તેમણે પોતાના કાર્યરત જીવન દ્વારા આપ્યો જ છે. કાર્લાઇલનો  જીવન સંદેશ એટલે જ સતત કાર્યરત અને શિસ્તબદ્ધ જીવન. મહાન ઇતિહાસકાર અને નિબંધકાર તરીકે  કાર્લાઇલનું નામ અગ્રેજી સાહિત્યમાં શિરમોર ગણાય છે.
મિત્રો સાથે શેર કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ