Follow US

Responsive Ad

ગંગાસતી 15 માર્ચ


શ્રી એલ.વી.જોષી
સૌરાષ્ટ્રના સતી, સંત અને શૂર ગંગાસતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ.1846 માં થયો હતો. ગંગાબાના લગ્ન રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયા હતા. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટિના અધ્યાત્મપુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર, બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. શ્વસુરગૃહે સેવિકા તરીકે આવેલ પાનબાઇ ગંગાસતીના શિષ્યા બની ગયા. પાનબાઇનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગાસતીના ભજનો. કહેવાય છે કે ગંગાસતી રોજ અકે ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઇને સંભળાવતા-સમજાવતા. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો અને ત્યારપછી 15/3/1894 ના રોજ ગંગાસતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિ મૃત્યુનું વરણ કર્યું. ગંગાસતીના શરીર ત્યાગ પછી ત્રણ દિવસ બાદ પાનબાઇએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું, આ સંત ત્રિપુટીએ કોઇક અગમ લોકમાંથી આ પૃથ્વીલોક પર અવતરણ કર્યું હતું. ત્રણ માનવપુષ્પો પોતાની મહેક પ્રસરાવતા ગયાં. ભકત બીજ પલટે નહિ, કોટિ જનમ કે અંત, ઉચ નીચ ઘર અવતરે, પણ રહે સંતનો સંત.
ગંગાસતીના ભજનો સાંભળો  swargarohan.org પર.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. અજ્ઞાતમાર્ચ 15, 2017

    'આપણુ ગુજરાત'માં તમારું હાર્દિક સ્વાગત છે.
    'આપણુ ગુજરાત' એ અમારો ગુજરાતી કવિઓ, લેખકો અને સાહિત્યકારોને એકઠા કરવા અને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ કરવાનો એક પ્રયાસ છે. તમે પોતે કવિ, લેખક કે સાહિત્ય લખવાનો શોખ ધરાવતા હોવ તો તમારી કોઈપણ કૃતિ અમને તમારા પરિચય સાથે submit@aapnugujarat.org પર ઇમેઇલ કરો અમે જરૂર તે કૃતિઓને www.aapnugujarat.org વેબસાઇટ પર તમારી ક્રેડીટ સાથે સમાવીશું. આભાર.

    જવાબ આપોકાઢી નાખો