Follow US

Responsive Ad

નાના ફડનવીસ 25 માર્ચ

શ્રી એલ.વી.જોષી
મહારાષ્ટ્રમા પ્રખર રાજનીતિજ્ઞ નાના ફડનવીસનો જન્મ ઇ.સ.1742 માં થયો હતો. તેમનું મૂળ નામ બાલાજી જનાર્દન હતું. નાનાને બાળપણથી જ રાજકારણ અને વહીવટીની તાલીમ મળી હતી. સતત ઉદ્યમી નાના ખૂબ ઓછું બોલતા અને મોટા ભાગનું લેખનથી જ પતાવતા. પરિણામે તેમના પત્રો ખૂબ મોટી સંખ્યામાં મળી આવે છે. નાના જીવ્યા ત્યાં સુધી પેશ્વાઓના જમણા હાથ બનીને રહ્યા. રાજયની તિજોરી પર અંકુશ રાખીને આવક-જાવકનો હિસાબ રાખતા. ફડનવીસ એટલે કોષાધ્યક્ષ. સવાઇ માધવરાવ પેશ્વાના સમયમાં નાના સર્વોપરી નેતા અને સર્વસત્તાધીશ બની ગયા. સૈનિક ગુણો ધરાવતા ન હતા એ જ માત્ર તેમના વ્યક્તિંવની મર્યાદા. તેઓ પેશ્વાઇની ચડતી-પડતીના પ્રત્યક્ષ સાક્ષી હતા. અહમદનગરની જેલમાંથી નાના ફડનવીસ મુકત થયા અને પુન:મંત્રી પદ સંભાળ્યું. પરંતુ કારાવાસમાં કથળેલું સ્વાસ્થ્ય વગડતું જ ગયું અને 25/3/1800 ની મધ્યરાત્રીએ તેમનો દેહાંત થયો. તેમનું મૃત્યુ મરાઠી રાજય માટે ન પૂરાય તેવી ખોટ બની રહ્યં. ગ્રાન્ડ ડફના મતાનુસાર મરાઠી રાજયે આપેલા વિલક્ષણ બુદ્ધિયુકત રાજપુરુષોમાં નાના ફડનવીસ તેજસ્વી સિતારાની જેમ ઝળહળે છે. વહીવટી કાબેલિયત અને રાજયની તિજોરીની પાઇએ પાઇનો સદવ્યય થાય તે જોવાની તત્પરતાને કારણે નાના સાહેબનું નામ મરાઠાયુગના ઇતિહાસમાં અમર થઇ ગયું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ