Follow US

Responsive Ad

રમણભાઇ નીલકંઠ 6 માર્ચ

શ્રી એલ.વી.જોષી
ગુજરાતમા પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઇ નીલકંઠનો જન્મ ઇ.સ.1868માં અમદાવાદમાં થયો હતો. તેજસ્વી વિદ્યાર્થીકાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકન શક્તિએ માનમ સ્વભાવનાં અનેક પાસાં જોયા. તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃતિ જાગી ઊઠી અને ભદ્રંભદ્ર નું સર્જન થયું. ઉપરાંત રાયનો પર્વત , ધર્મ અને સમાજ તેમજ હાસ્ય મંદિર એ તેમની મૂલ્યવાન કૃતિઓ છે. કવિતા અને સાહિત્ય ના ચાર ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની વિવેચન દ્દષ્ટિ દેખાય છે. સતત ત્રીસ વર્ષ સુધી જ્ઞાન સુધા ના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યાં કરવું કે નવીન આચાર્યોને નમી પડવું બંનેથી રમણભાઇ દૂર હતા.6/3/1928 ના રોજ તેમનું અવસાન થયું. 60 વર્ષના આયુમાં તેમણે અનેકવિધ પ્રવૃતિઓ કરી સકલ પુરુષ તરીકે  નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે : ભદ્રંભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતની હાસ્યસૃષ્ટિમાં હજી જન્મ્યો નથી. પોતાના ભદ્રંભદ્ર પાત્ર દ્વારા ચિરંજીવ બનેલ્રા રમણભાઇ આજે સવાસો વર્ષ પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ