શ્રી એલ.વી.જોષી
મહાન ચિત્રકાર શ્રી રવિવર્માનો જન્મ 29/4/1848 ના રોજ કેરળના કિલિમનૂર ગામમાં થયેલો. પૂર્વભવના કોઇ સંસ્કારને બળે હોય કે ગમે તેમ પણ રવિવર્માને બાળપણથી જ ચિત્રો દોરવાનો શોખ. અભ્યાસમાંથી નવરો પડે એટલે એ નાનકડો કુમાર જમીન પર કે ભીંતો પર કોલસા વડે માતાના મુખે સાંભળેલા પૌરાણિક પાત્રોને જીવંત કરી દે. અઢારમાં વર્ષે ત્રાવણકોરની એક રાજકન્યા સાથે લગ્ન થયું. હવે તેમને તૈલચિત્રો બનાવવાની હોંશ જાગી. ભારતભરમાં ભરાતા ચિત્રપ્રદર્શનોમાં રવિવર્માની કલાકૃતિ હંમેશા હોય જ, એટલું નહીં પારિતોષિક પણ એમને જ મળતા. જગવિખ્યાત ચિત્ર ‘શકુંતલા-પત્રલેખન’ દ્વારા તો શકુંતલાની રમણીય મીઠી મૂંઝવણને શાશ્વત બનાવી દીધી. વડોદરા નરેશ સયાજીરાવે દરબારમાં બે વર્ષ રાખી તેમની પાસે ચૌદ પૌરાણિક પ્રસંગોનાં ચિત્રો દોરાવ્યાં હતાં. આપણે જે લક્ષ્મી, સરસ્વતી, વિષ્ણુ, ગણપતિ કે કૃષ્ણના જે સ્વરૂપના દર્શન કરીએ છીએ તે મૂળ તો રવિવર્માના મોડેલ હતા. તેઓ ભારતીય ધર્મગ્રંથોનો જો ઊંડાણથી અભ્યાસ કરીને પોતાની ચિત્રકારીને ચાર ચાંદ લગાવવામાં જાન રેડી દેતા. રવિવર્માની કદરરૂપે બ્રિટિશ સરકાર તરફથી તેમને ‘કૈસરેહિંદ’ નો ઇલકાબ મળ્યો હતો. 500 જેટલાં ચિત્રોનો સંગ્રહ ભેટ ધરી 58 વર્ષની વયે ઇ.સ.1906 માં આપણાં સાચા કલાકારનું અવસાન થયું. આજની કલાપદ્ધતિઓના તેજવલયોમાં પણ રાજા રવિવર્માની કલાને ભૂલી શકાય એમ નથી. રવિવાર, 29 એપ્રિલ, 2012
ગગનવિહારી મહેતા 28 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ગગનવિહારી મહેતા 28 એપ્રિલ
પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો. એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી. તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગત થયેલો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા. ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા. પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો. લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા. 28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું.
0
comments
| Reactions: |
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
ડૉ.મણિભાઇ દેસાઇ 27 એપ્રિલ
શ્રી એલ.વી.જોષી
ગાંધીયુગના મહામૂલા રત્ન ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ 27/4/1920 ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. માત્ર પચીસ વર્ષની વયે જ બાપુના રંગે રંગાઇ ગયા. બાપુએ તેમને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યાં. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ઉરુળી જેવા ગામમાં કામ માટે જીવન સમર્પિત કરવાનો મણિભાઇએ મનોમન નિર્ણય કર્યો અને ગાંધીજીના ખોળામાં માથુ મૂકીને એ બોલ્યા ‘બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમા પડશે, એ મારી પ્રતિજ્ઞા છે.’ પછી તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ, પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. ગાંધીજીની સૂચનાથી ગૌશાળા વિકસાવવા એમણે ગાયના શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ડેન્માર્કથી 200 જેટલી વાછરડીઓને લાવ્યા અને સંકર ગાયોનું સંવર્ધન કરી ખરા અર્થમાં ગાયોને કામધેનુ બનાવી. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુ સંવર્ધન વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇ મેગ્સેસે એવોર્ડના નાણાંમાંથી ‘બાયફ’ જેવું અખિલ વિશ્વ કક્ષાનું ફાઉન્ડેશન ઊભું કરવાની અને એવોર્ડના નાણા તેમાં ફંડ તરીકે આપવાની જાહેરાત પણ કરી હતી. મણિભાઇઅનું ઇ.સ.1993 માં 73 વર્ષની વયે ઉરુળીમાં અવસાન થયું. મણિભાઇ માત્ર ‘મણિ’ જ નહોતા, એ ‘ભારતરત્ન’ હતા.

ગુરુવાર, 26 એપ્રિલ, 2012
શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ
![]() |
| webnews.textalk.com |
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.
0
comments
| Reactions: |
બુધવાર, 25 એપ્રિલ, 2012
ફ્રુટ ક્વિજ ગેઇમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)