Follow US

Responsive Ad

વેણીભાઇ પુરોહિત 3 જાન્યુઆરી

શ્રી એલ. વી. જોષી

ગુજરાતી કવિતામાં માધુર્ય અને લાલીત્યનો સાક્ષાત્કાર કરાવનાર વેણીભાઇ પુરોહિતનો જન્મ જામખંભાળીયા મુકામે  ઇ.સ.1916 માં થયો હતો. અભ્યાસ દરમિયાન જ કવિતા  લખવાની શરૂઆત કરી હતી.અનેક પત્રો અને સંસ્થાઓ સાથે સક્રીય રીતે  જોડાયેલા હતા. આઝાદી આંદોલનમાં ભાગ લેવા બદલ એમને  જેલમાં પણ જવું પડ્યું હતું.એમનાદીપ્તિ કાવ્યસંગ્રહ અને જોઇતારામની જડ્ડીબુટ્ટી બાળ સાહિત્યએ પારિતોષિક અને ટ્રોફી પણ મેળવ્યાં હતાં એમના ભજનોમાં હ્રદયનો ભક્તિભાવ ઝંકારી ઉઠે છે.તો મસ્તી ,માધુર્ય,પ્રવાહિતા અને મોકળાશ એમની કવિતાની લાક્ષણિકતા છે.નાનકડી નારનો મેળો, ઝરમર, પરોઢિયાની પદમણી  જેવા સુંદર
ગીતો અને નયણાં,  અમલ કટોરી  સુખડ અને બાવળહેલી રે મનવા  વગેરે  એમના ઉત્તમ ભજનો રસીકજનોને સદૈવ યાદ રહેશે. એમના શબ્દોમાં કહીએ તો પોતે નવ  રસના નહીં બલકે પંદર રસના માનવી. સંગીતસભર કાવ્યપંક્તિઓ રચવાનું જાણે કે તેમને વરદાન હતું.તેઓ સ્વમાની અને મિજાજી પણ ખરા બંદૂકની ગોળી છૂટે એવી એમની જબાન હતી.એમણે લખેલાં  ફિલ્મોના અવલોકનોમાં પણ તાજગી અને નવીનતા જોવા મળતી. છો ને હું ના કનકદીવડી માટીનું કોડિયું થૈ,અજવાળું કો ગ્રહ ગરીબનું,તોયે મારે ઘણું યે  એમ કહેનાર કવિ 3/1/1980 ના  રોજ જન્મભૂમિ કાર્યાલયમાં લખતા હતા ત્યારે એકાએક હાર્ટએટેક આવ્યો અને
કાવ્યકોડિયાનો પ્રકાશ રેલાવી-ફેલાવી પોતાની કલમ એમણે સદાને માટે બંધ કરી દીધી.
  
ટહુકો પર
ગુજરાતી પ્રતિભા પરિચય પર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ